સંસ્થાપકની કલમે..
વિદ્યા એક પ્રકારનું ઉત્તમ ધન છે. વિદ્યા એક પ્રકારની શક્તિ છે. વિધા સુખ કરનારી છે. વિદ્યા યશ વધારનારી છે. વિદ્યા “ ખર્ચ્યું ન ખૂટે અને વાપર્યુ વધે ” એવુ ધન છે. એટલા માટે “ ચાણક્ય નીતિ ” માં કહ્યું છે
विद्वान् प्रशस्यते लोके, विद्वान् गच्छति गौरवम् ।
विद्यया लभ्यते सर्वं, विद्या सर्वत्र पूज्यते ।।
પરંતુ સંસ્કાર વિનાનું શિક્ષણ એ પાપ છે, જે પોતાનું તથા અન્યનું અહિત કરનારું છે. સંસ્કાર યુક્ત વિદ્યા તે સદ્વિદ્યા છે, જે પોતાનું તથા અન્યનું ભલું કરે છે. વિદ્યા શરીર છે અને સંસ્કાર આત્મા છે. વિદ્યા ફૂલ છે અને સંસ્કાર સુગંધ છે.
“ સત્ ધામ વિદ્યામંદિર ” માં ભણનારા વિદ્યાર્થીઓ સંસ્કાર સાથે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી, એક સંસ્કારી શિક્ષક, ડોકટર, વૈજ્ઞાનિક, એન્જનીયર, વકીલ, જજ, નેતા આદિ બની પોતાનું - માતાપિતાનું - સમાજનું અને દેશનું નામ રોશન કરે, જીવનમાં સર્વપ્રકારે પ્રગતિ કરે, પરિવારને સુખી કરે, ભૌતિક તથા આધ્યાત્મિક વિકાસ કરે, અન્યનું હિત કરે એવી શ્રીહરિનાં ચરણોમાં પ્રાર્થના......